આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણનું જતન કરતી એક મહિલાની અનોખી કહાની

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણનું જતન કરતી એક મહિલાની અનોખી કહાની

પાલનપુરની મહિલાનુ પર્યાવરણ જતનનું અનોખું અભિયાન

વૃક્ષની ભેટ આપી દીકરી જન્મના વધામણા કરવામાં આવે છે; પાલનપુર ખાતે રહેતી એક મહિલા દ્વારા અનોખું પર્યાવરણનું જતન કરવાનું અભીયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કોઇ પરિવારમાં દીકરીનો જન્મ થાય તો આ મહિલા દીકરીના પરિવારને વૃક્ષ અને ભાગવત ગીતા આપીને દીકરી જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને લઇ સૌ કોઈ ચિંતિત છે અને પર્યાવરણના જતન તેમજ રક્ષણ માટે સરકારની સાથે સ્વેચ્છિક સંગઠનો દ્વારા પણ કામ કરવામાં આવી રહ્યું છે અને તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે બનાસકાંઠા જિલ્લામા પર્યાવરણના જતન અંગે લોક જાગૃતિ લાવવાની સાથે દીકરી જન્મના અનોખા વધામણા કરવામા આવી રહ્યા છે. મૂળ સૂઇગામના ક્ટાવ ગામના વતની અને પાલનપુરમાં એગોલા રોડ પર રહેતા રક્ષાબેન ચૌધરી દ્વારા છેલ્લા છ મહિનાથી પર્યાવરણના જતન હેતુ એક પેડ દીકરી કે નામ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે જેમાં જે પરિવારમાં દીકરીનો જન્મ થાય છે તે પરિવારને વૃક્ષ આપી તે વૃક્ષનું જતન કરવાનો સંદેશો આપી દીકરી જન્મના વધામણા કરવામાં આવી રહ્યા છે તેમજ લોકોમાં ધાર્મિકતાનો સંચાર થાય તે હેતુ ભાગવત ગીતા અને નવજાત બાળકીને કપડા ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *