૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫

૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫


(જી.એન.એસ) તા. 30

ગાંધીનગર,

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.

સદર વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૩૦.૦૫.૨૦૨૫ ના રોજ એક પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારીપત્ર રજૂ કરવામાં આવ્યા નથી.

આમ ઉક્ત બે વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીના સંદર્ભમાં આજ તા.૨૯.૦૫.૨૦૨૫ના રોજ કોઈ પણ ઉમેદવારી પત્ર રજૂ થયેલ નથી તથા અત્યાર સુધી કુલ ૦૨ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે.ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિન્ક પર જઈ જોઇ શકાશે.

ઉમેદવારીપત્રો તા.૦૨.૦૬.૨૦૨૫ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *