પાલનપુર લક્ષ્મીપુરા પટેલ સમાજની વાડીને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તો તંત્ર દ્વારા આ પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહે છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ પાલનપુર લક્ષ્મીપુરા પટેલ સમાજની વાડી ને જોડતા માર્ગ ઉપર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ રહે છે જેથી તંત્ર દ્વારા સોષ કૂવો તો બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પાણી ઉતરતું નથી જેના કારણે મુખ્ય રોડ ઉપર જ પાણી ભરાઈ રહે છે. જેથી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા ત્યાંના સ્થાનિક રહીશોને તેમજ રાહદારી અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે તો તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
- May 30, 2025
0
388
Less than a minute
Tags:
- Access Difficulties
- Community Demands
- Flooding Issues
- Infrastructure Challenges
- Local Residents Affected
- Normal Rain Impact
- Palanpur Laxmipura Road
- Palanpur Municipality Response
- Pedestrian Hardship
- Rainwater Accumulation
- Rainwater Disposal
- Student Mobility Issues
- Suction Well Construction
- Urban Drainage Problems
You can share this post!
editor

