વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી


WHO દ્વારા સભ્ય દેશોને કોરોના વેક્સિન ચાલુ રાખવા સલાહ આપી

(જી.એન.એસ) તા. 29

દુનિયાના મોટાભાગના દેશોમાં ફરીવાર કોરોનાવાયરસના કેસો જોવા મળી રહ્યા છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોવિડ-19 વાઈરસમાં ફરી વધારો થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. WHO અનુસાર, ફેબ્રુઆરી 2025ની મધ્યથી દુનિયાભરમાં SARS-CoV-2 વાઈરસની ગતિવિધિમાં વધારો નોંધાયો છે. WHOના આંકડા અનુસાર, કોવિડ ટેસ્ટમાં પોઝિટિવિટી રેટ 11% સુધી પહોંચી ગયો છે, જે જુલાઈ 2024 બાદ સૌથી વધુ છે. આ વધારો વિશેષ રૂપે ઈસ્ટર્ન મેડિટેરેનિયન (પૂર્વી ભૂમધ્યસાગર વિસ્તાર) સાઉથ-ઈસ્ટ એશિયા, વેસ્ટર્ન પેસિફિક (પશ્ચિમી પ્રશાંત વિસ્તાર)થી જોવા મળી રહ્યો છે. 

સાથેજ WHOનું કહેવું છે કે, 2025ની શરૂઆતથી કોરોના વેરિયન્ટના ટ્રેન્ડમાં થોડો બદલાવ જોવા મળ્યો છે. LP.8.1 વેરિયન્ટ ઘટી રહ્યો છે. જોકે, NB.1.8.1ને  Variant Under Monitoring (વેરિયન્ટ દેખરેખ હેઠળ)ની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, જેના કેસ ઝડપથી વધી રહ્યા છે. મે 2025ના મધ્ય સુઘી આ વેરિયન્ટ દુનિયાભરમાં રિપોર્ટ કરવામાં આવેલા કુલ જીનોમિક સિક્વેન્સના 10.7% બની ગયું છે. 

વિવિધ દેશોમાં કોવિદ-19 ના કેસોમાં વધારો નોંધાતા WHO મુજબ, હાલના સંક્રમણનું સ્તર ગત વર્ષે આ સમયે આ જ સમય જેવી સ્થિતિને દર્શાવે છે. WHOએ અવું પણ કહ્યું કે, અત્યાર સુધી કોવિડ-19ના પ્રસારમાં કોઈ સ્પષ્ટ પેટર્ન જોવા નથી મળી રહી. આ સિવાય હજુપણ અનેક દેશોમાં નજર રાખવા માટેની વ્યવસ્થા સિમિત છે, જે એક ચિંતાનો વિષય છે. 

હાલની પરિસ્થિતિ જોઈને, WHOએ તમામ સભ્ય દેશોને આગ્રહ કર્યો કે, તે જોખમ આધારિત અને અને સંકલિત વ્યૂહનીતિ અનુસાર COVIDનું સંચાલન કરે. રસીકરણનો પ્રોગ્રામ બંધ ન કરે, ખાસ કરીને હાઈ રિસ્કવાળા લોકોને જરૂરથી રસી મૂકવામાં આવે. રસી ગંભીર બીમાર અને મૃત્યુથી બચાવ માટેની પ્રભાવી રીત છે. 



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *