મોડી રાત્રે બાઇકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો
અકસ્માતમાં યુવકનું મોત નિપજાવી કાર ચાલક ફરાર; પાલનપુર તાલુકાના મલાણા રોડ પર આવેલ વરવાડિયા ગામની ચોકડી પર રાત્રીના સમયે બાઇક લઈને પસાર થઇ રહેલા એક યુવકના બાઇકને કારે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઘાયલ યુવકનું મોત નિપજતા અકસ્માત સર્જનાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો
પાલનપુર પંથકમાં વાહન ચાલકોની તેજ રફતાર ને લઇ રોજે રોજ નાના મોટા અકસ્માત ના બનાવોમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે તેમ છતાં પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાયદાની લગામ ઉગામવવામાં ન આવતા અકસ્માતના બનાવો નિર્દોષ લોકો તેમની જીંદગી ઓ ગૂમાવી રહ્યા છે જે વચ્ચે પાલનપુર તાલુકાના હેબતપુર ગામનો દશરથજી ઠાકોર નામનો યુવક મલાણા રોડ પર આવેલ વરવાડીયા ગામની ચોકડી પાસે બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો દરમ્યાન અચાનક કાળ બનીને આવેલી અજાણી કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઇક સવાર યુવક ગંભીર ઘાયલ થતા તેનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું જેને લઇ અકસ્માત સર્જનાર ચાલક ફરાર થઇ ગયો હતો બનાવના પગલે આજુબાજુ થી લોકો દોડી આવી મૃતદેહને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

