નીરજ ચોપરા આખરે 90 મીટરનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા. પીએમ મોદીએ નીરજને તેની મહાન સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. ભારતીય એથ્લેટિક્સ સ્ટાર નીરજ ચોપરાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યા બાદ, હવે નીરજે ભાલા ફેંકમાં 90 મીટરનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરજને અભિનંદન પાઠવ્યા; પીએમ મોદીએ X પર લખ્યું- મહાન સિદ્ધિ! દોહા ડાયમંડ લીગ 2025 માં 90 મીટરનો આંકડો પાર કરવા અને પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ નીરજ ચોપરાને અભિનંદન. આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. ભારતને તેમના પર ગર્વ છે.

