મહેસાણામાં નાગરિક સમિતિના ઉપક્રમે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રા થકી સમગ્ર મહેસાણા શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જે પ્રમાણે તાજેતરમાં પહેલગામ આતંકી હુમલો થયો હતો અને ત્યારે બાદ ભારતીય સેનાએ આતંકીઓનો સફાયો કરવા પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પરાક્રમ સિદ્ધ કરી બતાવ્યું છે તે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે. જેના સૌર્ય અને પરાક્રમની ગૌરવ ગાથાના ગુણગાન ગાતી તિરંગા યાત્રાનું આયોજન મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારથી શરૂ કરી મોઢેરા રોડ ચાર રસ્તે તેનું સમાપન થયું હતું. જે પરા વિસ્તાર માંથી શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારો માંથી પસાર થઈ હતી. જ્યાં ભારત માતાની જયના નારાથી સમગ્ર મહેસાણા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
પોલીસ વિભાગના અધિકારીઓ સહિત મોટાપાયે પોલીસ કર્મીઓએ મહા ધ્વજ સાથે જોડાઈને મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં એક આગવું સ્થાન ઉભું કર્યું છે. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે શહેરીજનોઉં જોડાઈને ખરા અર્થમાં તિરંગા યાત્રાને દેશના સૈનિકોને સમર્પિત કરી હતી. શહેરીજનોએ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈને જિલ્લામાં એક નવો દેશભક્તિનો ઇતિહાસ રચ્યો છે.