બીજા દિવસે પાણી આવતા રોડ પર પાણી ભરાયા; પાલનપુરના ઢુંઢિયાવાડી તાજપુરા વિસ્તારમાં રોડની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા બીજા દિવસે પાણી છોડવામાં આવતા પાણીના રોડ પર ખાબોચિયા ભરાઈ ગયા હતા. પાલનપુર તાજપુરા વિસ્તારમાં આવેલ આદર્શ નગર નજીક બુધવારે રોડની કામગીરી દરમિયાન ધરોઈ પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હતી. જો કે બીજા દિવસે ગુરુવારે પાણીનો વારો ન હોવાથી પાઇપલાઇન તૂટી હોવાની કોઈ જાણ થઈ ન હતી. ત્યારબાદ ત્રીજા દિવસે શુક્રવારે તાજપુરા આદર્શ નગર વિસ્તારમાં પાણી છોડવામાં આવતા લીકેજ પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણી વેડફાયું હતું અને રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જ્યાં નગરપાલિકા દ્વારા હજારો લીટર પાણીના વેડફાટ બાદ પાણી બંધ કરાવી પાઇપલાઇનને રીપેર કરવામાં આવી હતી.
- May 17, 2025
0
406
Less than a minute
You can share this post!
editor

