ભાભરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો

ભાભરમાં સેનિટેશન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ અંતર્ગત સેનિટેશન રાઉન્ડ યોજવામાં આવ્યો

હાલમાં ઉનાળાની ઋતુમાં અસહ્ય ગરમીના કારણે લોકો દ્વારા ઠંડા પીણાનો વપરાશ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જેથી આ સીજનમાં પાણીજન્ય રોગચાળો થવાની સંભાવનાઓ વધુ રહેલી હોય છે. આ રોગચાળા ને અટકાવવા તથા લોકોમાં જન જાગૃતિ અભિયાનનાં ભાગ રૂપે તકેદારી ના પગલા લેવા આરોગ્ય સ્ટાફ નગરપાલિકા અને પોલીસ સ્ટાફની કુલ ૪ ટીમો બનાવી કુલ ૨૧૮ યુનિટોની તપાસ કરતા ૮૬ કિલો અખાદ્ય સામગ્રી ના જથ્થાનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો અને ૪૭ યુનિટોને દંડનીય કાર્યવાહી કરી નગરપાલિકા ભાભર દ્વારા રૂ. ૬૬૫૦/-વસુલ કરવામાં આવેલ તેમજ ૧૭ યુનિટોને નોટીસ આપવામાં આવેલ તેમજ કોટપા અધિનિયમ ૨૦૦૩ મુજબ અંતર્ગત ૧૦ એકમોને દંડનીય કાર્યવાહી કરી રૂ.૯૦૦/- નો દંડ જિલ્લા ટોબેકો સેલના કાઉન્સિલર દ્વારા વસુલ કરવામાં આવેલ.

આમ આરોગ્ય સ્ટાફ નગરપાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ દ્વારા સંકલન કરી નગરપાલિકા વિસ્તારમાં અખાદ્ય વસ્તુઓ ખાવાથી તેમજ ઠંડા પીણા પીવાથી આરોગ્ય ઉપર થતી વિપરીત અસરોની આરોગ્ય શિક્ષણ નાં માધ્યમથી જાણકારી આપવામાં આવી આ કામગીરીમાં નગરપાલિકા ભાભર તાલુકા આરોગ્ય સુપરવાઈઝરી ટીમ અને પોલીસ સ્ટાફ ભાભરનાં સહકારથી આ સેનીટેશન રાઉન્ડની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *