પાટણ તાલુકાનાં માતપુર નજીક ના ગોડાઉન આગળ ગોગા મહારાજનાં મંદિરની સામે ગતરોજ સાંજે ૮-૩૦ વાગ્યાનાં સુમારે ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત કેટલાકને ઇજા થતાં સારવાર માટે ખસેડાતાં સારવાર દરમિયાન રિક્ષા ચાલક સહિત એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માત અંગેની મળતી વિગતો મુજબ પાટણ તાલુકાનાં માતપુર ગામે રહેતા અરજણભાઇ ધનાભાઈ પરમાર (ઉ.વ. ૬૫) ગત રોજ પાટણનાં ડાભી ગામેથી મજુરી કરીને પોતાનાં ગામ માતપુર જવા માટે તેમનાં ગામનાં ભરતભાઈ બાબુભાઈ પરમારની રીક્ષામા અન્ય એક મુસાફર ગામનાં મહેન્દ્રભાઈ મફાભાઈ પરમાર રે. માતપુર તા. પાટણ પણ બેઠેલા હતા. તેમની સાથે રીક્ષામાં બેસીને માતપુર જઇ હતાં. માતપુર ગામ પાસે ગોગા મહારાજના મંદિર નજીક સાંજના સાડા આઠેક વાગ્યે એક ઇકો ગાડીએ રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષાનાં ચાલક ભરતભાઈ અને બે મુસાફરો અરજણભાઈ અને મહેન્દ્રભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને ૧૦૮માં પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાતાં રીક્ષા ચાલક ભરતભાઈ અને મુસાફર મહેન્દ્રભાઇને ગંભીર ઇજાઓ થયેલી હોવાથી તેઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં.જ્યારે અરજણભાઇને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ ઇકો ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.