મહેસાણાના ગોડલી પેલેસમાં બ્રહ્માકુમારીઝ દ્વારા બે દિવસીય રાજયોગ થોટ લેબ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રેનિંગમાં મહેસાણા સબઝોનની 75 બ્રહ્માકુમારી બહેનોએ એડવાન્સ રાજયોગ મેડિટેશન કોર્સ પૂર્ણ કર્યો.આ કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગરના ચેરમેન પ્રકાશભાઈ પટેલે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં થોટ લેબ શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. તેમણે NEP 2020માં ભારતીય જ્ઞાન પરંપરામાં બ્રહ્માકુમારીઝના મૂલ્ય શિક્ષણને સ્થાન આપવાની વાત કરી.આર.જે. ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન યોગેશભાઈ પટેલે વિદ્યાર્થીઓના તણાવ ઘટાડવા માટે શાળાઓમાં આધ્યાત્મિક શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂક્યો.મહેસાણાના રાજયોગિની બ્રહ્માકુમારી સરલા દીદીએ શિક્ષણ પ્રભાગની વિવિધ પહેલો વિશે માહિતી આપી. જયપુરથી આવેલા ટ્રેનર્સ બ્રહ્માકુમાર મુકેશભાઈ અને ચિત્રાબેન તેમજ માઉન્ટ આબુથી આવેલા બ્રહ્માકુમારી સુપ્રિયાબેને પ્રેક્ટિકલ સેશન્સ કરાવ્યા
- May 15, 2025
0
478
Less than a minute
You can share this post!
editor

