જુનાડીસાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ

જુનાડીસાની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ

બનાસકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસના જવાનો ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલી બાતમી આધારે જુનાડીસા ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી દરમ્યાન પીળા કલરના હુડ વાળી સીએનજી ઓટો રીક્ષા (નં. જીજે08એએક્સ2862) ના ચાલક દલપતસિંગ જીવુભા દરબાર (રહે.વિઠોદર તા.ડીસા) ને રોકી રિક્ષાની તલાસી લેતા તેમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૭૦૮ (કિ.રૂ.૧૫૭૯૦૩/-) તથા રીક્ષા (કિ.રૂા.૧,૦૦,૦૦૦/-) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨,૬૭,૯૦૩/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *