પાલનપુર તાલુકાના રતનપુર ગામની સીમમાં રહેતા ગીરીશભાઈ રણછોડભાઈ કમાણીયા (પટેલ) સોમવારે ઘર બંધ કરી તેમની પત્ની સાથે લક્ષ્મીપુરા માં નાસ્તો લેવા માટે ગયા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમના મકાનના બારીની લોખંડની ગ્રીલના સળિયા વાળી તોડી નાખી અંદર પ્રવેશ કર્યો હતો. અને મકાનના રૂમમાં રાખેલ કબાટમાં રાખેલા બેગમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ રૂપિયા 6 લાખ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગેની જાણ મકાન માલિકને થતા મકાન માલિકે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે એફએસએલ તેમજ ડોગ સ્કોડ ની મદદથી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
- May 14, 2025
0
417
Less than a minute
You can share this post!
editor

