નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ

નારાયણી હોસ્પિટલ અને એકટીવ ગૃપ પાટણ દ્વારા રક્તદાન કેમ્પમાં ૬૦ થી વધુ બ્લડ બોટલો એકત્ર કરાઈ

બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો છે : દિલીપભાઈ પટેલ

સ્નેહ, સંવેદના અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ એટલે માં આજે “માતૃત્વ દિવસ” નિમિત માતૃભૂમિ ભારત માતા ની રક્ષા કાજે દેશની સરહદો પર હાલમાં ભારત – પાકિસ્તાન વચ્ચે સજૉયેલી યુદ્ધ ની સ્થિતિ વચ્ચે પોતાના જીવનની પરવા કર્યા વિના રાત – દિવસ ફરજ બજાવતા દેશના વીર જવાનો સહિત ના ભારતીય નાગરિકો યુધ્ધ દરમિયાન ઈજાગ્રસ્ત બને તો તેઓને તાત્કાલિક બ્લડ મળી રહે તેવા ઉદેશથી “મારૂં રકત મારા દેશ માટે” અભિયાન અંતર્ગત પાટણ મણીભદ્ર હાઈટસ ખાતે નારાયણી હોસ્પિટલના ડો. પ્રિયાંશી પટેલ અને એકટીવ ગૃપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પ માં પાટણ જાણીતા યુવા બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિતના બ્લડ દાતાઓએ સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કરી અંદાજીત ૬૦ થી વધુ બ્લડ બોટલ એકત્ર કરી હતી. પાટણના પત્રકાર યશપાલ સ્વામી એ પણ આ બ્લડ કેમ્પમાં પોતાનું પંચાવન મી વખત રક્તદાન કરી દેશ સેવામાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે પાટણ ના જાણીતા બિલ્ડર અને સેવાભાવી યુવા અગ્રણી દિલીપભાઈ પટેલે દેશ સેવા કાજે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની સરાહના કરી બ્લડ ડોનેશન થકી દેશ સેવામાં સહભાગી બન્યા નો આનંદ અનોખો હોવાનું જણાવી બ્લડ ડોનેશન કરનાર તમામ બ્લડ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *