આપત્તિના સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે; પાલનપુરના કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવાનુ સાયરન બંધ હાલતમાં પડેલું હતું. જેને પાલિકાના કર્મચારીઓ દ્વારા ચાલુ કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જે ચાલુ થતા આગામી દિવસોમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે.
પાલનપુર કીર્તિસ્થંભ ઉપર નવાબ વખતનું આપત્તિ સમયે વગાડવા માટેનું સાયરન બંધ પડેલું હતું. જે સાયરન બંધ હાલતમાં હોવાથી અત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે પાલનપુર નગરપાલિકા દ્વારા કીર્તિસ્થાભ ઉપર પડેલું સાયરનને ચાલુ કરવામાં આવ્યું હતું.આ અંગે ચીફ ઓફિસર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ સંજયભાઈ વ્યાસે જણાવ્યું હતું કે નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ શાખાના કર્મચારીઓ દ્વારા પાલનપુર કીર્તિસ્થંભ ઉપર પડેલું નવાબ વખતનું સાયરન બંધ હાલતમાં હતું. જેથી આ સાયરનને ચાલુ કરવા માટે મથામણ હાથ ધરી હતી. જેમાં તેમને સફળતા મળી હતી અને સાયરન ચાલુ થઈ જતા તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આપત્તિ સમયે આ સાયરન વગાડી લોકોને સચેત કરવામાં આવશે.

