(જી.એન.એસ) તા. 23
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ આજે જેદ્દાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જુલાઈ 2023માં નવી દિલ્હીમાં મહાસચિવ સાથેની તેમની મુલાકાતને યાદ કરી. તેમણે સહિષ્ણુ મૂલ્યોને પ્રોત્સાહન આપવા, મધ્યસ્થતાને ટેકો આપવા અને સામાજિક એકતા અને સુમેળને પ્રોત્સાહન આપવામાં મુસ્લિમ વર્લ્ડ લીગની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ભારતના પ્રાચીન દર્વશન સુધૈવ કુટુમ્બકમ [વિશ્વ એક પરિવાર છે] ને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત બહુ-સાંસ્કૃતિક, બહુભાષી, બહુ-વંશીય અને બહુ-ધાર્મિક સમાજ તરીકે વિવિધતામાં એકતાની ઉજવણી કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતની અદભૂત વિવિધતા એક મૂલ્યવાન શક્તિ છે જે તેના જીવંત સમાજ અને રાજકારણને આકાર આપે છે. તેમણે ઉગ્રવાદ, આતંકવાદ અને હિંસા સામે મુસ્લિમ વર્લ્ડ લીગના અડગ સમર્થનની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત સાઉદી અરેબિયા સાથેના તેના સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જે આજે ઘણા ક્ષેત્રોમાં સ્થાયી ભાગીદારીમાં વિકસિત થયા છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ગાઢ સામાજિક-સાંસ્કૃતિક સંબંધો આ ભાગીદારીનો એક મહત્વપૂર્ણ પાસું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.


