ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર ડીસામાં ભૂર્ગભ ગટરો બનાવેલ છે. જ્યારે વોર્ડ ન. ૯ માં આવેલ છોટાપૂરા વિસ્તારમાં ગટર પણ ન હોવાથી ગંદા પાણી ના સરોવરો ભરાતા રોગ ચાલો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ડીસાના છોટાપૂરા ગુરુકૃપા મંડળીના પાછળના ભાગમાં છેલ્લા ૩૦ વર્ષથી ગટરો ન હોવાથી ઠેર ઠેર ગંદા પાણીમાં સરોવરો ભરાવાથી વારંવાર રોગચાળો ફેલાય છે. આ અંગે સ્થાનિક રહેવાસી નજમુબેન નાગોરાએ જણાવ્યું કે, આ અંગે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી પરંતુ અમારું કોઈ સાંભળતું નથી.
જ્યારે જમીલાબેન શેખે જણાવ્યું કે, ગંદા પાણીના સરોવરો ભરાવાથી આમારા બાળકો વારંવાર બીમારીમાં સંપડાય છે. જ્યારે રફીકભાઈ નાગોરાએ જણાવ્યું કે, નગરપાલિકા દ્વારા ઘર વેરા સફાઈ વેરા વસૂલ કરે છે. પરંતુ પૂરતી સુવિધા ન આપતા નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. જ્યારે શાજેદા બેન શેખે જણાવ્યું કે, આ અંગે અનેક વાર નગરપાલિકામાં જણાવેલ પરંતુ કોઈ સુવિધા ન આપતા અમારે ભારે હેરાંનગીતી વેઠવી પડે છે. આ અંગે ચીફ ઓફિસર તથા પ્રમુખ દ્વારા સર્વે કરી તાત્કાલિક ગટરો બનાવી રોગ નાભરડા માંથી બચાવે તેવી જનમાંગ કરી હતી.

