દિલ્હી વકફ બીલ અને યુ.સી.સીનો મુદ્દો મહેસાણા જિલ્લા સુધી પહોંચ્યો

દિલ્હી વકફ બીલ અને યુ.સી.સીનો મુદ્દો મહેસાણા જિલ્લા સુધી પહોંચ્યો

વિજાપુરમાં બીલ પાસ થવાના મુદ્દે મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલી બાદ પોલીસ અટકાયત

સરકાર તેરી તાનાશાહી નહિ ચલેગીના નારા લગાવી વિરોધ પ્રદર્શન; તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડમાં સુધારણા બીલ સહિત યુનિફોર્મ સિવિલ કોડ બીલને મંજિરી મળતાની સાથે જ સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. જે વિરોધની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દેશના અનેક રાજ્યો સુધી પહોંચી જવા પામી છે. મુસ્લિમો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને રેલી યોજીને વકફ સુધારણા બીલ અને યુસીસી બીલનો પુરજોશમાં વિરોધ દર્શાવાઈ રહ્યો છે. જેના લીધે દેશના કેટલાય રાજ્યો આજે ભડકે બળી રહ્યા છે. તો કેટલાક રાજ્યોની રાજ્ય સરકાર આ બીલને પોતાના રાજ્યમાં લાગુ થવા દેવાનો સ્પષ્ટ ઈન્કાર કરતી જોવા મળી રહી છે. વિરોધની આ આગમાં કાંઈક કેટલાય લોકો મોતને ભેંટ્યા છે તો કેટલીય જગ્યાએ આગચંપી અને તોડફોડના દ્રશ્યો સરેઆમ જોવા મળી રહ્યા છે.

રાજકીય રોટલા શેકતા અને વોટ બેન્ક ખાતર તુષ્ટિકારણની રાજનીતિની રમત રમતા રાજકારણીઓ માટે આવા લોકો એકમાત્ર હાથા સમાન બની ગયા છે. દેશભરમાં જ્યારે વકફ સુધારણા બીલ અને યુસીસી બીલને મળેલી મંજૂરીના વિરોધમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે એવા જ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હવે ગુજરાતમાં પ્રવેશી ચુકી હોય તેમ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મુસ્લિમ સમાજના આગેવાનોની આગેવાની હેઠળ દિલ્હીની સંસદમાં લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં આવેદનપત્ર આપવા જતા મુસ્લીમ અગ્રણીઓ, સમાજના આગેવાનો તેમજ સૂત્રોચ્ચાર કરતા મુસ્લિમ યુવકોની પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડા દ્વારા અટકાયત કરમાં આવી હતી. જ્યાં બે ગાડીઓ ભરાય તેટલી સંખ્યામાં અટકાયત કરાયેલા ઈસમોને વસઈ પોલીસ સ્ટેશનમાં કાઈ જય તે તમામના અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુસ્લીમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદના આગેવાનીમાં વકફબીલ તેમજ યુનિફોર્મ સીવીલ કોડ યુસીસીના મુદ્દે સંસદ ભવનમાં પાસ કરવામાં આવેલ બીલના વિરોધમાં રેલી નીકળી હતી. મામલતદાર કચેરીએ પોહચે તે પહેલાં પોલીસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ અધિકારી વનરાજ સિંહ ચાવડાએ મુસ્લીમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદ તેમજ અસપાક અલી સૈયદ, સાદિક કુરેશી, તંજીલ સૈયદ, સહિત ૬૦ થી વધુ યુવકોની અટકાયત કરી વસઇ પોલીસ મથકે મોકલી આપી કાર્યવાહી કરવામાં આવી હતી. વકફ બીલ યુ.સી.સી બીલ પરત ખેંચો મુસ્લીમ સમાજમાં દખલ કરવાનું બંધ કરો સરકાર તેરી તાનાશાહી નહિ ચલેગી જેવા નારાઓ લગાવી ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *