ચૈત્રી પૂનમે પાટણ થી બહુચરાજી તરફ જવા પદયાત્રા સંઘોનું પ્રસ્થાન

ચૈત્રી પૂનમે પાટણ થી બહુચરાજી તરફ જવા પદયાત્રા સંઘોનું પ્રસ્થાન

પદયાત્રા ના માગૅ પર વિવિધ પ્રકારના સેવા કેમ્પો લાગ્યાl; ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર પાટણ શહેર માંથી શ્રી બહુચરાજીના દર્શનાર્થે પદયાત્રા સંધો નું ભક્તિ સંગીત ના સુરો વચ્ચે માતાજી ની માંડવી લઈને પ્રસ્થાન થયું હતું. શહેરના કસારવાડો, ભઠ્ઠીનોમાઢ,નગર લીબડી,બત્તીવાડો અને છીડિયા સહિતના વિવિધ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં માતાજીની માંડવીઓ સાથે ભક્તિસંગીતના તાલે જોડાયા હતા.

સેંકડો ભાવિકોને પદયાત્રા દરમ્યાન પદયાત્રા ના માગૅ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે યાત્રા ના માગૅ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્રારા વિવિધ પ્રકારના સેવા કેમ્પો શરૂ કરી પદયાત્રીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી મા બહુચરના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે. ચૈત્રી પુનમે મા બહુચરના ધામે જવા પ્રસ્થાન પામતાં પદયાત્રા સંધો ને લઇ સમગ્ર વાતાવરણ ભક્તિ ના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *