થરાદની નર્મદા કેનાલમાંથી વધુ એક યુવાનની લાશ મળી

થરાદની નર્મદા કેનાલમાંથી વધુ એક યુવાનની લાશ મળી

થરાદ તાલુકાની નર્મદાની મુખ્ય કેનાલમાં જમડા પુલ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. રાહદારીઓએ મૃતદેહ જોયા બાદ તરત જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે,  કોલ મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવકના ગળામાંથી માત્ર માતાજીનો ફોટો મળ્યો છે. તેની ઓળખ થાય તેવા કોઈ અન્ય પુરાવા કે દસ્તાવેજ મળ્યા નથી.ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ યુવકને ઓળખતું હોય તો તેના પરિવારજનોને જાણ કરવી. પોલીસે આ મામલે યુવકની ઓળખવીધી સાથે વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *