બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ઉંબરી ગામમાં ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી એક મહિલા અને બે બાળકોને ભારે વીજ તારમાંથી વીજ કરંટ લાગ્યો હતો. ખેતરમાંથી વીજળી વિભાગની એક હાઇ વોલ્ટેજ લાઇન પસાર થતો હતો. ખેતરમાં ચાલતા ફૂવારાને કારણે આખા ખેતરમાં વીજ કરંટ ફેલાઈ ગયો હતો. આ વાતથી બિલકુલ અજાણ મૃતક મહિલા રોજની જેમ ઘાસચારો લેવા ખેતરમાં ગઈ હતી. જોકે, ફૂવારામાંથી પાણી વહેતું બંધ થતાં જ મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનામાં, માતા-પુત્ર અને પડોશમાં રહેતી બીજી એક બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ શિહોરી પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
- April 5, 2025
0
365
Less than a minute
You can share this post!
editor

