સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું છે. રાજપૂત વાસમાં રહેતા જયરાજસિંહના ઘરમાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી છે. પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે તસ્કરોએ મકાનના પાછળના ભાગેથી બારી તોડીને પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 7 લાખથી વધુની મિલકત ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિક જયરાજસિંહના જણાવ્યા મુજબ, તેઓ રાત્રે સવા એક વાગે સૂવા ગયા હતા. રાત્રે બેથી ચારના સમયગાળા દરમિયાન તસ્કરોએ પાછળના દરવાજેથી બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સાતથી આઠ લાખના દાગીના અને છથી સાત હજાર રૂપિયા રોકડની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના PI જે.બી. આચાર્ય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તપાસ શરૂ કરી છે. જયરાજસિંહે આરોપીઓને જલ્દીથી પકડવાની માંગ કરી છે.

- April 2, 2025
0
123
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next