ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવાનું શરૂ કરાયું છે. જેમાં એમપીના મંત્રી નગરસિંહ ચૌહાણ અને ઉચ્ચ અધિકારીઓ ડીસા પહોચ્યા હતા. જ્યાં તેમની હાજરીમાં આ મૃતદેહોની ઓળખ કરાઈ હતી અને દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઇ જવા રવાના કરાયા હતા. જોકે હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોચે પછી રવાના કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તેની વચ્ચે એમપીના મૃતકોના પરિવારજનો ડીસા સિવિલ પહોંચયા હતા. અને તેમને રોકકળ કરીને આક્ષેપ લગાવ્યા હતા. કે અમે ડીસા પહોંચીએ તે પહેલાં જ અમારા અડધા મૃતકોની ડેડ બોડી અહીંથી રવાના કરી દીધી છે. તંત્રે અમારી રાહ પણ ન જોઈ અમારા પરિવારના 7 લોકો મોતને ભેટ્યા છે. તેવો અહીં મજૂરી કરવા આવ્યા હતા,પરિવારના લોકોએ હંગામો કરતા પોલીસે તેમને સમજાવીને શાંત કરીને સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

- April 2, 2025
0
66
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next