આગ લાગવાના કારણે માલિકને મોટું નુકશાન; બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ભાભરના ફોટો સ્ટુડિયોમા રાત્રીના સમયે અચાનક આગ લાગતા સ્ટુડિયોના માલ સામાન સાથે તમામ વિજ ઉપકરણો બળીને ખાખ થઈ જતા સ્ટુડિયો માલિકને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર ભાભરના ખાડિયા લાટી બજાર વિસ્તારમાં ફોટો સ્ટુડિયો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ગત રોજ દુકાનનું કામ પતાવી સ્ટુડિયો બંધ કરી તેઓ રાત્રે ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રિના સમયે અચાનક સ્ટુડિયોમા આગ લાગતા સ્ટુડિયો અંદર લગાવેલ એસી, એલઇડી ટીવી,સ્ટુડિયોના કેમેરા, હિસાબ તેમજ ઓર્ડરના ચોપડા સહિત તમામ વિજ ઉપકરણો સહિત ફર્નિચર બળીને ખાખ થઈ જતા અંદાજે 2 લાખ રૂપિયા જેટલું નુકસાન વેઠવાની ભીતિ સેવાઈ રહી છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુના લોકોએ પાણી લાવીને પાણીનો મારો કરતા આગ કાબુમાં આવી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા આગે આખા સ્ટુડિયાને પોતાની લપેટમાં લઈ લેતા તમામ વિજ કરણો બળીને ખાખ થઈ જતા સ્ટુડિયો માલિકને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં લગ્નસરાની સિઝન આવી રહી છે અને સ્ટુડિયોમા આગ લાગતા કેમેરા સહિતની સ્ટુડિયોને લગતી વસ્તુઓ આ આગની લપેટમા આવી જતા સ્ટુડિયો માલિકને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું અનુમાન છે.