વડનગર હાટકેશ્વર મંદિર ખાતે આયોજિત કાર્યક્રમ બાદ તોરણ હોટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે ચાલી રહેલ વિવિધ વિકાસ પ્રોજેક્ટ સંદર્ભે સંબંધિત વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને પ્રોજેક્ટ સંબંધિત જરૂરી સૂચનો, માર્ગદર્શન આપ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વડનગર ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટની કામગીરીનો અહેવાલ મેળવી વિવિધ વિકાસ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા સંબંધિત વરિષ્ઠ અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં વડનગરમાં ચાલતા વિવિધ વિકાસ પ્રોજેક્ટ વિશે સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

- March 26, 2025
0
151
Less than a minute
You can share this post!
editor