સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદી થશે

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવી શકશે; ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025- 26 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા 2425 પ્રતિ કવિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોએ બાયોમેટ્રિક ઓર્થેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. ખેડૂતોએ નોંધણી માટે જરૂરી પુરાવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરીને તા.17/3/2025 થી ઘઉંની ખરીદી હાથ ધરાઈ છે.

ખેડૂતો પ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા ઘઉંની ખરીદી ટેકાના ભાવે એટલે કે પ્રતિ મણ રુપિયા 490ના દરે કરવામાં આવશે, જે રુપિયા 2,425 પ્રતિ ક્વિન્ટલની સમકક્ષ છે. આ ભાવ ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ વખતે રાજ્યમાં ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં અંદાજિત 42 લાખ મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ મોટા પાયે ઉત્પાદનને ધ્યાનમાં રાખીને સરકારે 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે. આ ખરીદી પછી સરકાર આ ઘઉંનો ઉપયોગ રાશન વ્યવસ્થા હેઠળ જરૂરિયાતમંદોને વિતરણ કરવા માટે કરશે, જેથી ગરીબોને સ્થાનિક સ્તરે જ અનાજનો પુરવઠો મળી રહે.

ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે; ખરીદી પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. નોંધણી કરાવેલા ખેડૂતોને એસએમએસ દ્વારા ખરીદી અંગેની માહિતી આપવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે, અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ યોજના ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી બની રહે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *