પાટણ તાલુકાનું સંખારી ગામ 5 હજાર કરતા વધારે વસ્તી ધરાવતું ગામ છે.જેમાં તમામ ધર્મ અને સમાજના લોકો રહે છે. ગામમાં મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.પરંતુ ગામમાં આ યુવાઓ માટે પ્રેક્ટિસ કરવા માટે મેદાન ના હોવાના કારણે હાલમાં આ યુવાઓએ પ્રેક્ટિસ કરવા માટે પાટણ અથવા ગામના રોડ ઉપર સવારે દોડ લગાવવી પડે છે. જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે.જેને પગલે ગામના યુવાઓ દ્વારા પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ને રજૂઆત કરવામાં આવતા મહામંત્રી ગોવિંદ પ્રજાપતિ દ્વારા ગ્રાઉન્ડ ફાળવવા અને મનરેગા યોજના કામગીરી કરાવવા બાબતે સમગ્ર ગામના યુવાઓ તરફ થી પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

- March 24, 2025
0
111
Less than a minute
You can share this post!
editor