પાટણના કુણધેર ગામના વતની અને વ્યવસાયે ફિઝીયોથેરાપી ડૉ. સ્નેહલ સુરેશભાઈ એ પોતાના જન્મ દિવસે કેન્સર પિડીત લોકોને ધ્યાનમાં રાખીને પોતાના ૨૦ ઈચ જેટલા વાળ ડોનેટ કરી કેન્સર પિડીતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ડો. સ્નેહલે જણાવ્યું હતું કે કેન્સરના દર્દીને વાળ ઉતરી જતા વીગ પહેર્યા વગર છુટકો નથી હોતો કેન્સરના દર્દીઓને સહાય કરવાના આશયથી તેઓ બધી બહેનોને સંદેશો આપવા માંગે છે કે કોઈ પણ પ્રકારના કેન્સરની કીમો થેરાપી દ્વારા હેર લોસ થાય તે એક સ્વાભાવિક પ્રકિયા છે.
તેનો મકકમ મને સ્વીકાર કરી બહેનો માનસિક તણાવ માંથી બહાર આવી આધુનિક ટેકનોલોજી ( હેરવીગ ) ને અપનાવી શકે તે માટે આપણા થી થઈ શકતી નાના માં નાની એવી મદદ (હેર ડોનેટ) કરી તથા અન્ય બહેનો પણ જરૂરિયાત મંદ બહેનો માટે વાળ ડોનેટ કરવા પ્રેરિત થાય તેવા પ્રયત્નો દરેકે કરતા રહેવું જોઈએ. તેઓનું કહેવું છે કે તેઓ પહેલાથી સામાજિક ક્ષેત્રમાં કાર્યરત હોઈ મહિલા જાગૃત તથા સંવેદનશીલ હોવાથી તેઓના પરિવારના સભ્યોને કેન્સર પેશન્ટ માટે પોતાના વાળ ડોનેટ કરવાની વાત કરતા તેમના તરફથી પુરેપુરો સપોર્ટ મળતા તેઓએ તેમના 20 ઈંચ જેટલા વાળ કપાવીને કુરિયર મારફતે સંસ્થાને મોકલી આપેલ હોવાનું તેઓએ જણાવ્યું હતું.