ઊંઝા પોલીસ દ્રારા અસામાજિક તત્વના મકાનનું ડિમોલેશન કરાયું

ઊંઝા પોલીસ દ્રારા અસામાજિક તત્વના મકાનનું ડિમોલેશન કરાયું

ઊંઝામાં ખુલ્લેઆમ હથિયાર સાથે રખડતાં તત્વો વિરુદ્ધ કાર્યવાહી; ઊંઝા પોસ્ટે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અનેસલામતી અનુભવાય જેથી પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વોની બનાવેલ યાદી મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સારૂ સર્વે કરી કાયદેસરની કાર્યવાહી ઊંઝા પોલીસ દ્રારા કરવામાં આવી છે.

અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શીક્ષાત્મક કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોઇ જે અન્વયે ઊંઝા પી.આઈ આર.જે.ધડુક સાથે રહી જે આધારે ઉંઝા પોલીસ સ્ટાફના મણસો તથા એક્ઝક્યુટીવ મેજીસ્ટ્રેટ ઉંઝા, ચીફ ઓફીસર ઉંઝા નગરપાલીકા, કાર્યપાલ ઇજનેર યુ.જી.વી.સી.એલ ઉંઝા, સીટી સર્વેયર ઉંઝા સહિત સ્ટાફના માણસોની સંયુકત ટીમ બનાવી ઉંઝા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અસામજીક તત્વોની યાદી બનાવેલ જે અસામજીક ગુંડા તત્વો હાલમાં જે જગ્યાએ રહેતા હોઇ તે રહેણાંક મકાનનું બાધકામ ગેરકાયદેસર છે કે કાયદેસર છે તથા સદર રહેણાંક મકાનનું વિજ કનેકશન ગેરકાયદેસર છે કે કાયદેસર છે તે અંગેની કાયદાકીય રીતે ખરાઇ કરવામાં આવી હતી.

ગેરકાયદેસર બાધકામ લગત એક મકાની ડીમોલેશન અંગેની કાર્યવાહી કરી તથા બે મકાનમાં વિજ કનેકશન ગેરકાયદેસર હોય જેમના વિજ જોડાણ કાપી લઈ તેમજ ઉંઝા પો.સ્ટે. વિસ્તારમાં એક ડ્રાઇવ રાખી ઉંઝા ટાઉન વિસ્તરામાં ખુલ્લે આમ હથીયાર સાથે રખડતા લુખ્ખા તત્વો વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૩૫ વિરૂધ્ધ કાર્યવાહી કરી મહેસાણા જીલ્લા મેજી મહેસાણાનાઓના જાહેરનામા ભંગ બદલ કુલ બે ગુન્હા રજીસ્ટ્રેશન કરી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી યોગ્ય કામગીરી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *