બનાસકાંઠા જિલ્લામાં હજારો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલકડોલક

બનાસકાંઠા જિલ્લામાં હજારો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલકડોલક

મુખ્યમંત્રીએ રત્ન કલાકારોના હિતમાં 3 સભ્યોની કમિટી બનાવી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી

બનાસકાંઠા જિલ્લામાં હાલ 4000 હજાર જેટલા હીરાના કારખાના છે.જેમાં અંદાજે 20,000 હજાર જેટલા કારીગરો કામ કરી રહ્યાં છે.પરંતુ છેલ્લાં એક વર્ષથી હીરા ઉદ્યોગમાં મહા મંદીનું મોજું ફરી વળતાં હીરા ઉદ્યોગ હાલક ડોલક થઈ ગયો છે. જેથી અનેક કારીગરો અન્ય ધંધા તરફ વળ્યાં છે.જેના કારણે રત્ન કલાકારો સહિત હીરા બજાર સાથે સંકળાયેલ લોકો કાળઝાળ મોંઘવારીમાં મુશ્કેલીમાં મુકાયા છે.મંદીનો માર પડવાથી બનાસકાંઠા સહિત રાજ્યભરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સંગઠનોએ ગાંધીનગર જઈને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા તેઓએ કેબિનેટમાં ચર્ચા કરીને ત્રણ સભ્યોની કમિટી બનાવી તેનો સર્વે કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાત્રી આપતાં બનાસકાંઠા સહિત રાજ્યભરના એસોસિયેશનોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

બનાસકાંઠા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે ગુજરાત ડાયમંડના તમામ  એસોસિયેશને સંદેશો મોકલી ગાંધીનગર એકત્ર થઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે સમય માંગી તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. હીરાના કારખાનેદાર અને રત્નકલાકાર અને વેપારી છેલ્લાં એક વર્ષથી મંદીના ભરડામાં સપડાયેલા છે. અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે. ત્યારે બાકીના રત્ન કલાકારોને સહાય આપવી તેમજ રત્ન કલાકારોને જ્યાં સુધી મંદી છે ત્યાં સુધી તેમને મેડિકલ તેમજ તેમના બાળકોની ફી સરકાર તરફથી ભરવામાં આવે તો ફાયદો થઈ શકે અને કારીગરો જે મંદીનાં કારણે આપઘાત તરફ વળી રહ્યાં છે.તે અટકી શકે. મુખ્યમંત્રી દ્વારા એસોસિયેશનોના પ્રમુખોને સાંભળ્યા બાદ કેબિનેટની મીટીંગમાં ચર્ચા કરીને ત્રણ સભ્યોની કમિટી બનાવી આ કમિટી દ્વારા સર્વે કરીને સારો નિર્ણય લેશે તેવો રત્ન કલાકારોમાં આશાવાદ છવાયો છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અન્ય ધંધા તરફ વળ્યા; ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટું ટર્નઓવર ધરાવે છે. બનાસકાંઠામાં પણ પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા સહિત તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારોમાં નાના મોટા અનેક કારખાના આવેલા છે.પણ હીરા બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદીને લઈ હીરા ઉદ્યોગ ચમક ગુમાવી બેઠો છે.જિલ્લામાં દિવાળી પહેલાં 600 ની આસપાસ કારખાના હતાં.પરંતુ દિવાળી બાદ પણ મંદીના માર વચ્ચે હવે માત્ર 400 કારખાના ચાલું છે. જેમાં અંદાજે ૨૦,૦૦૦ કારીગરો કામ કરે છે. પરંતુ હજુ સુધી મંદીનું ગ્રહણ ચાલું રહેતાં રત્ન કલાકારો સહિત હીરા બજાર સાથે સંકળાયેલા અનેક લોકો અન્ય ધંધા તરફ વળ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *