ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જાહેર રાજમાર્ગ પર આવેલ ઊભેલો જુનો વીજપોલ નીચેથી તૂટી ગયો હોઈ જે જોખમરૂપ હોઈ નવો વીજપોલ નાખવા ઐઠોરના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા લોકમાંગ ઉઠી છે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામે જાહેરમાં રાજમાર્ગ પર ઉભેલો જુનો વીજપોલ નીચેથી તૂટી ગયો છે. જેને વર્ષો પહેલો રિપેર કરેલો પરતું હાલમાં વીજપોલ નીચેથી બ્રેક થયેલ છે. આ વીજપોલ પર ત્રણ લાઇન જોઇન્ટ કરેલી છે જે રાહદારીઓ નીચેથી જાય છે. બાજુમાં આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળા આવેલી છે. બાજુમા ચામુંડા માતાજીનું મંદિર પણ આવેલું છે. વાહનો પણ પસાર થાય છે. જેથી જીઇબી દ્રારા સત્વરે નવો વીજપોલ નાખે જેથી અકસ્માતના સર્જાય તેવી શક્યતા હોય સત્વરે વીજ પોલ નાખવા ઐઠોર ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે.

- March 19, 2025
0
34
Less than a minute
You can share this post!
editor