રાજ્યના મહાનગરોમાં લુખ્ખા તત્વો જાહેરમાં આંતક મચાવી લોકોમાં ભય ફેલાવતા હોય આવા તત્વોનો શાન ઠેકાણે લાવવા રાજ્યના પોલીસ વડાએ દરેક પોલીસ મથકો ખાતે કુખ્યાત બુટલેગર સહિતના રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી તેમની વિરૂદ્ધ કાયદેસર કરવાનો આદેશ કરવામાં આવતા પાલનપુરમાં લોકો નીર્ભય જીવન ગુજારી શકે તે માટે પોલસ દ્વારા રીઢા ગુનેગાર તેમજ અસમાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં 80 જેટલા રીઢા ગુનેગારની યાદી તૈયાર કરીને મંગળવાર રોજ પોલીસની ટીમોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 12 જેટલા પાસા તેમજ તડીપાર થયેલા ગુનેગારોના મકાનોમાં તપાસ કરી તેમના નળ જોડાણ અને વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા અસમાજિક તત્વો અને રીઢા ગુનેગારો સાથે કાર્યવાહી કરવાની ઝુંબેશ અગામી સમયમાં ચાલુ રાખવાની હોય લોકોમાં ખોફ ફેલાવતા અસમાજિક તત્વો ભુગર્ભમાં ઉતરી જવા પામ્યા હતા.

- March 19, 2025
0
44
Less than a minute
Tags:
- Anti-Social Elements
- Community Fear
- Crime Prevention
- Crime reduction strategy
- Criminal crackdown
- Fearless living
- Habitual Criminals
- Law Enforcement Response
- legal action
- Notorious bootleggers
- Palanpur
- Police inspections
- Police Operations
- public safety
- Rogue elements
- State police chief
- Urban safety measures
- Water and electricity disconnection
- Western Palanpur
You can share this post!
editor