ડીસા તાલુકાના થેરવાડા ગામે પુરમાં સરકાર દ્વારા બનાવેલ પાણીનું નાળું પાણીના વહેણમાં તુટી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જે બાદ ગામ પંચાયત કચેરી સહિત સ્થાનિકો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆતો કરાઈ હોવા છતાં 2015 માં તુટેલ નાળાંને 2025 માં હવે નવું નાળું બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પણ મજુરોના ભરોસે નવિન નાળાની બનાવાની કામગીરીમાં કોન્ટ્રાકટર કે એન્જિનિયર સહિત કોઈ સરકારી કર્મચારી પણ નજરે પડતાં નથી અગાઉ જ્યારે આ નાળું બનાવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાથી 2015ના પાણીના વહેણમાં આખું નાળું તુટી જવા પામ્યું હતું. જેની શીખ હજુસુધી વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી હોય તેવું દેખાતું નથી આ બની રહેલ નાળાની બાજુમાં શાળા આવેલ છે. જેમાં 500 થી વધુ વિધાથીર્ઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.
નાળું તુટી ગયા બાદ આસપાસના વિસ્તારમાં રહેતાં લોકોને ચોમાસાની ઋતુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને આખી રાત જાગીને પાણી ઘરોમાં ના ઘુસી જાય તેનું ધ્યાન રાખવું પડતું હતું હવે જ્યારે સરકારે નવિન નાળું બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નાળું મજબૂત બને અને ભષ્ટ્રાચાર આચર્યા વિના બને તો આવનાર ચોમાસાની ઋતુમાં લોકોને રાહતનો શ્વાસ મેળવી શકે છે.