(જી.એન.એસ) તા.15
સુરત
સુરત શહેર ના કુંભારિયા વિસ્તારમાં સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ 4 વર્ષ ની બાળકી પર પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. બાળકી ના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે.
આ અકસ્માતની ઘટના બાદ બાળકીના પરિવારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે, અને આખા વિસ્તારમાં આક્રોશ ફેલાઈ ગયો હતો.સ્થાનિક લોકોએ રોષે ભરાઈને આરોપી યુવક પર હુમલો કર્યો અને તેને માર માર્યો.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેને તેના પરિવાર ને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળે.