ઓવરબ્રીજમાં ફૂટ-વે ની સીડી ન બનાવતા ગ્રામજનો લાલઘૂમ; મહેસાણા તાલુકાના ધોળાસણ ગામ નજીક આજુબાજુના ગામડા અને મહેસાણા હાઇવેને જોડતો એક મોયો પુલ નિર્માણ કરવામાં આવ્યો હતો જેમા કારણે ત્યાંથી આવાં જાવન કરતા તમમાં ગામોના લોકોને રેલવે નું ફાટક નડે નહીં તે હેતુથી પુલ બનાવવામાં આવ્યો હતો. કે પુલ હાલના તબક્કે જાહેર જનતાના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવેલો છે.
ચોમાસાની સીઝન દરમિયાન રેલ્વે ક્રોસ કરવા નજીકમાં આવેલા ખેતરના ખેડૂતોને જીવનુ જોખમ ખેડીને રસ્તો પસાર કરવો પડતો હોય છે. જ્યાં અંડરબ્રીજ પણ બનાવેલો છે ત્યાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી ખેડૂતો સહિત ગ્રામજનોને આવવા જવામાં પારાવાર તકલીફો ભોગવવી પડે છે. અથવા તો પોતાના ખેતરે જવા માટે થઈને ખૂબ લાંબો રસ્તો કાપવા મજબુર બનવું પડતું હોય છે. જ્યાં ઓવરબ્રીજની લંબાઈ વધુ હૉવાથી ચોમાસામાં ગામના ખેડૂતો પરેશાની સામનો કરવો પડતો હોય છે.
ધોળાસણ ગામ સહિતના આજુબાજુના અનેક ગામોના ગ્રામજનોની જરૂરિયાત અને માંગ હોવા છતાં પણ પુલ બનાવનાર કોટ્રાક્ટર દ્વારા અદોડાઈ પૂર્વક ઓવરબ્રીજની બન્નેય બાજુએ સીડી બનાવવામાં નથી આવી જેના લીધે પુલનું કામ અધૂરું છોડી દીધેલ છે. પુલ બનાવનારી કંપનીને પુલ બનાવવાના કામના નાણાં ચુકવાઈ ગયા છે છતાં પણ પુલની બન્નેય બાજુએ રસ્તો ઓળંગવા માટેની સીડી ન બનાવીને કામ અધૂરું મુકી દેવામાં આવ્યું છે. જે બાબતે આજીબજાઉના ગ્રામજનોએ કેટલીયવાર મૌખિક અને લેખિત રજુઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોના અવાજને સાંભળવામાં નથી આવી રહ્યો.
ઓવર બ્રીઝ સાથેની સીડીનું જે કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે તે બાબતે પુલની બન્નેય બાજુએ સીડી બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ ભ્રષ્ટાચાર થયા હોવાનો ખુલ્લો આરોપ મુક્યો છે અને સાથે સાથે ગરાજનોને પડતી અગવડ બાબતે તંત્રના વિરોધમાં સખત આક્રોશ વ્યક્ત કરી સત્વરે ગ્રામજનોના પ્રશ્નનો નિકાલ લાવવા માંગ કરી છે.