101 વર્ષ બાદ ધૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ


(જી.એન.એસ) તા. 13

આજે 14 માર્ચ 2025 ને શુક્રવારના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે, ત્યારે મહત્વનું છે કે, 101 વર્ષ બાદ ધૂળેટી પર્વ અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ સર્જાઇ રહ્યો છે. ભારતમાં ચંદ્રગ્રહણનું ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટિએ મહત્વ છે. ગ્રહણના સમયે સૂતક લાગુ હોવાના કારણે પૂજા-પાઠ વર્જિત માનવામાં આવે છે. પરંતુ ધૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાવવાનું હોવાના કારણે સૂતક લાગુ નહીં પડે. શ્રી રૂદ્ર બાલાજી ધામના પુજારીના જણાવ્યા અનુસાર, 14, માર્ચે સવારે 10 – 23 કલાકથી બપોરે 3 – 02 કલાક સુધઘી ચંદ્રગ્રહણ થશે, આ દિવસે ચંદ્રગ્રહણ 4 – 36 કલાક સુધી રહેશે. 

આ ચંદ્રગ્રહણ બાબતે અન્ય એક જ્યોતિષ મુજબ, 101 વર્ષ બાદ ધૂળેટી અને ચંદ્રગ્રહણનો અનોખો સંયોગ યોજાઇ રહ્યો છે. ભારતમાં આ યોગની કોઇ ખરાબ અસર નહીં પડે. ઘૂળેટીના દિવસે થનાર ચંદ્રગ્રહણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશીમાં થઇ રહ્યું છે. ચંદ્રગ્રહણની અસર ભારતમાં નહીં પડે. જેથી તેના સૂતક કાળનું પાલન કરવાનું રહેશે નહીં. સામાન્ય રીતે ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ 9 કલાક પહેલા લાગુ થઇ જતું હોય છે. તે દરમિયાન મંદિરમાં પૂજા-પાઠ કરવામાં નથી આવતા. આ સમય દરમિયાન મંત્રજાપ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, 101 વર્ષ બાદ યોજાતા અનોખા સંયોગમાં ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રીકાનો મોટા ભાગનો હિસ્સો, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ, પ્રશાંત મહાસાગર, એટલાંટીક મહાસાગર, આર્કટીક મહાસાગર, પૂર્વી એશિયા. એન્ટાર્કટિકામાં દેખાશે. પૂર્ણ ચંદ્રગ્રહણ સમયે ચંદ્રમાં લાલ કલરના દેખાય છે. જેથી તેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *