પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

પાટણ જિલ્લાના સમી તાલુકાના રાફુ ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

૩૦૦ થી વધુ પશુપાલકોએ પશુ સંવર્ધન, પશુ પોષણ,પશુ માવજત અને પશુ આરોગ્ય અંગે માર્ગદર્શન મેળવ્યું

જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને બુધવારે સમી તાલુકાના રાફુ ગામે  જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં ૩૦૦ થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો.જે પશુપાલકોને પશુપાલન ખાતાના વિવિધ નિષ્ણાતો દ્વારા પશુ સંવર્ધન,પશુ પોષણ, પશુ માવજત અને પશુ આરોગ્ય જાળવવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તેમજ પશુપાલકોના પશુઓ સંદર્ભે પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોરે જિલ્લાના પશુપાલકોને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શ્રેષ્ઠ પશુપાલન કરી વધુ દુધ ઉત્પાદન મેળવી આર્થિક સધ્ધર થવા હાકલ કરી હતી.શિબિરમાં સંજયભાઈ દવે,બાબુજી ઠાકોર ચેરમેન ખેત ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ જિ. પં.,પાટણ,બાવાજી ઠાકોર ઉપપ્રમુખ સમી તાલુકા પંચાયત સહિત સમી તાલુકા પંચાયત સદસ્યો, અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *