તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું ઓરેન્જ એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. માર્ચની શરૂઆતથી જ નાગરિકો ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે. નાગરિકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

- March 13, 2025
0
42
Less than a minute
You can share this post!
editor