ભીલડી વિસ્તારના નવા નેસડા ગામની સીમમાંથી માદક પદાર્થ ગાંજાના છોડ નંગ 484.624 કિલોગ્રામ કિંમત રૂપિયા 8 લાખ 46,240 ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી બનાસકાંઠા એસ.ઓ.જી; ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો એસ.ઓ.જી લગતા કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી દારો દ્વારા હકીકત મળેલ કે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવા નેસડા ગામની સીમમાં રહેતા હીરાભાઈ બળવંતભાઈ કણબી પટેલ ઉંમર વર્ષ 62 ધંધો ખેતી રહે. નવા નેસડા ઠાકોર વાસ તા. ડીસા તેમના કબજાના ખેતરમાં છુટા છવાયા ગાંજાના છોડવાઓ ઉગાડેલ છે. જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી ઘાંઘલ્યા એસઓજી પાલનપુરના નાર્કોટિક્સ લગતા રેડનું આયોજન કરી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા માલિકીના પોતાના કબજાના ખેતરમાં ડુંગળી તથા પશુઓ માટે વાવેલ ઘાસ ચારામાં છુટા છવાય ગાંજાના છોડ નંગ 484 જેનું વજન 84 કિલો 624 ગ્રામ જેની કિંમત રૂપિયા 8,46,240 ના મુદ્દામાલ સાથે પકડી તેઓની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી બનાસકાંઠા પોલીસ

- March 12, 2025
0
51
Less than a minute
You can share this post!
editor