જ્યોતિકા કિચન અને ફતેસિંહ રાવ પુસ્તકાલય તેમજ યમુના વાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાનગી હરીફાઈ નું આયોજન કરાયું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પાટણ શહેરની યમુના વાડી ખાતે રવિવારના રોજ જયોતીકા કીચન સ્વાદનિધી નિરધી ગૃપ અને ફતેહસિંહ રાવ સાવૅજનિક પુસ્તકાલય તેમજ યમુના વાડી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાનગી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાનગી હરિફાઈમાં શહેરની ૫૫ થી વધુ મહિલાઓએ પોત પોતાના ઘરેથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી આ વાનગી હરિફાઈમાં રજૂ કરી હતી. આ વાનગી હરિફાઈના નિણૉયક તરીકે પાટણ,વિસનગર અને ભાવનગર ના મહિલા કુકીંગ ટ્રેનરોએ ખૂબજ ઝીણવટ પૂવૅક દરેક વાનગીઓના ટેસ્ટ સાથે નિરિક્ષણ કરી પ્રથમ ત્રણ વિજેતા મહિલાઓની વાનગી ને વિજેતા ધોષિત કરી ત્રણેય વિજેતા મહિલાઓને શીલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર થી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે સાથે વાનગી હરિફાઈ મા ભાગ લેનાર તમામ સ્પૅધક મહિલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત કરાયેલ આ વાનગી હરીફાઈ નો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ બહારના ફાસ્ટ ફૂડથી પોતાને તેમજ પોતાના પરિવારને દૂર રાખી પોતાના રસોડામાં પોતાની જાતે બનાવેલ વિવિધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ પરિવારજનોને પિરસે તે રહેલ હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
શહેરની યમુના વાડી ખાતે આયોજિત કરાયેલા આ વાનગી હરીફાઈ ની સ્પર્ધા પૂર્વે પાટણના જાણીતા ગીત- સંગીતકાર સંદીપ મ્યુઝીકલ ગૃપના સંદીપભાઈ ખત્રી અને તેમની કલાવૃદ દ્રારા કરાઓકે ના માધ્યમથી જુના-નવા હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કયૉ હતા. આ વાનગી હરિફાઈ ના કાર્યક્રમને સફળ બનાવવા જયોતીકા કીચન ના જયોતીકાબેન સહિત ફતેહસિંહ રાવ સાવૅજનિક પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષભાઈ સોમપુરા સહિત નાઓએ જહેમત ઉઠાવી હતી.