આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત અને આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું તાવડિયા દ્વારા સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમીયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ડો.નીતિન.એમ.દેસાઈ, ડો.ભાવેશ.એલ.પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધા, ચામડીના તેમજ હાલમાં ચાલતા સિજનલ ફ્લૂના વિવિધ દર્દીઓને નિઃશુલ્ક તપાસ ,સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓને લાભ લીધો હતો તેમજ આરોગ્ય વિભાગની સેવાઓને બિરદાવી હતી.

- March 2, 2025
0
52
Less than a minute
You can share this post!
editor