મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક અજબ ઘટના સામે આવી છે. શેખપુરથી મલેકપુર રામાપીર મંદિર તરફ જઈ રહેલા સંઘ પર ભમરાઓએ હુમલો કર્યો હતો. આ ઘટના ખેરાલુ જીઆઇડીસી વિસ્તાર નજીક બની હતી. સંઘમાં સામેલ 50થી વધુ લોકો વાજતે-ગાજતે ડીજેના તાલે આગળ વધી રહ્યા હતા. ડીજેના મોટા અવાજના કારણે ભમરાઓ ઉશ્કેરાયા હતા. વડનગર-ખેરાલુ હાઇવે પર અચાનક ભમરાઓનું ઝુંડ ત્રાટક્યું હતું. ભમરાઓના હુમલામાં 10થી વધુ લોકોને ડંખ મારવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

- March 2, 2025
0
68
Less than a minute
You can share this post!
editor