ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવકના શ્રીગણેશ

ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવકના શ્રીગણેશ

ગત વર્ષની સરખામણીએ ભાવમાં રૂપિયા 100નો ઘટાડો; ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈને માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.પરંતુ આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રાજગરાની ખેતી થાય છે. ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની આવક શરૂ થઈ ગઈ છે. જોકે આ વર્ષે રાજગરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજગરાના ભાવમાં પ્રતિ 20 કિલોએ 100 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. રાજગરાના સારા ભાવ ન મળતા ખેડૂતોના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. ડીસા માર્કેટ યાર્ડ રાજગરાનું હબ ગણાય છે. અહીંથી રાજગરાનું દેશ-વિદેશમાં વેચાણ થાય છે. ખેડૂતો મોટા પ્રમાણમાં રાજગરો લઈને માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. રાજગરો એ એક પૌષ્ટિક અનાજ છે, જેનો ઉપયોગ વિવિધ ફરાળી વાનગીઓમાં થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *