ભાભર પાલિકાના ચીફ ઓફિસર તથા તેમની ટીમ દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જાહેરમાં ગંદકી કરતા દુકાનદાર- વેપારીઓ પાસેથી રૂ.12800નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જેને લઇ અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ભાભર નગર પાલિકા દ્વારા અવાર નવાર જાહેરમાં ગંદકી કરતા હોય તેવા વેપારીઓને અનેક વાર સૂચનાઓ આપવામાં આવી છે તેમજ દંડની કાર્યવાહી પણ અનેક વાર કરવામાં આવી છે. છતાં જાહેરમાં કચરો નાખતા તેમજ ગંદકી કરતા વેપારીઓ સામે પાલિકાએ આખરે લાલ આંખ કરી હતી. પાલિકા ચીફ ઓફિસર સહિત પાલિકાની ટીમે બજારો સહિત હાઇવે વિસ્તારોમાં તપાસ હાથ ધરી કુલ 12800નો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવું ચીફ ઓફિસર પાયલબેન દેસાઈએ જણાવ્યું હતું.

- March 1, 2025
0
34
Less than a minute
You can share this post!
editor