કેટસૅ ના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સના મકાનમાં બનેલ ચોરીની ધટના પગલે પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી રાધનપુર શહેરમાં વધતાં જતાં ઘરફોડ ચોરીના બનાવ ને પગલે લોકોમાં ફફડાટ: પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવે તેવી માંગ ઉઠી
છેલ્લા કેટલાક દિવસોથી પાટણ પંથકમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા તસ્કરો સક્રિય બન્યા હોય તેમ ચોરીના બનાવો બનતા હોવાની ઘટનાઓ વિવિધ પોલીસ દફતરે નોધાતા પાટણ પંથકના નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે ગતરોજ વધુ એક ઘર ફોડ ચોરીનો બનાવ પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુર શહેરમાં આવેલ ચામુંડા નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અને કેટસૅ ના વ્યવસાય સાથે સંકળાયેલા બકાભાઇ ના મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘરના મેઈન દરવાજાનો ઉલાળો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી રોકડ રકમ અને દર દાગીના મળી અંદાજિત રૂપિયા ૪.૨૦ લાખની ઉઠાંતરી કરી ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે.
આ ચોરીની ધટના બાબતની મકાન માલિક બકાભાઇ દ્વારા રાધનપુર પોલીસને કરતા પોલીસે ગુનોનોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનો જાણવા મળ્યું છે. રાધનપુર શહેરના ચામુંડા નગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બનેલી ચોરીની ઘટનાના પગલે રાધનપુરના નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રાધનપુર શહેરમાં ધરફોડ ચોરી ના બનાવો વધતા નગરજનો દ્વારા રાધનપુર પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવી ઘર ફોડ ચોરીના બનાવોને બનતા અટકાવે અને ઘરફોડ ચોરીને અંજામ આપતા શખ્સો ને ઝડપી કડક મા કડક કાર્યવાહી હાથ ધરે તેવી માગ કરી રહ્યા છે.