ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

ઇ-કેવાયસી ન કરાવનાર ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ નહીં મળે

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવા આવે છે. જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોઇ સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51 ટકા ખેડૂતોએ પોતાના ઇ કેવાયસી કરાવ્યા છે.

સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચી શકે અને પાત્રતા ન ધરાવતા લોકો સરકારની યોજનાના ગેરલાભ ન ઉઠાવી જાય તે માટે સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા તેમના ઇ કેવાયસી ફરજિયાત કર્યા છે. જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં સાચા લાભાર્થીની ઓળખ કરવા માટે ખેડૂતોનું ઇ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમા ગ્રામીણ વિસ્તારોના 2,61,756 ખેડૂતો એટલે કે 51 ટકા ખેડૂતોની ઇ કેવાયસીની કામગીરી થવા પામી છે. જેમાં જિલ્લામા સૌથી વધુ વડગામ તાલુકામાં 58.77 ટકા જ્યારે સૌથી ઓછા અમીરગઢ તાલુકામાં 37.17 ટકા ખેડૂતોના ઇ કેવાયસી થયા છે. જોકે ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ કેન્દ્રો પર તેમજ મોબાઈલ એપ્લિકેશન પર આ કેવાઇસીની કામગીરી કરાઇ રહી છે. જોકે કેટલાક ખેડૂતોના આધાર અને રેશનકાર્ડમાં અલગ અલગ મોબાઈલ હોવાનાં કારણે ઇ કેવાયસી કરવામાં તકલીફ પડી રહી છે. જે ખેડૂતોના ઇ કેવાયસી બાકી છે તેમનો કિસાન સન્માન નિધીની સહાયથી વંચિત રહેવા પામશે.તેમ ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *