૧૮ ફેબ્રુઆરી થી ૯ માર્ચ સુધી ખેડૂતો રાયડાના પાકની ઓનલાઈન નોંધણી કરી શકાશે
સંભવિત આગામી ૧૪ માર્ચ થી ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવાનું શરૂ થશે : સુત્રો, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે રાયડાનું હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે. ત્યારે ચાલુ વર્ષે રાયડા નું સારૂ ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાયડાના ઉત્પાદનને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા રાયડા ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે. ત્યારે આગામી ૧૮ ફેબ્રુઆરી થી ૯ માર્ચ દરમિયાન ખેડૂતો રાયડાની ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને ત્યારબાદ આગામી સંભવિત તારીખ ૧૪ માર્ચ થી રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે જેથી બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું વાવેતર કરેલ ખેડૂતોએ તા.૧૮ ફેબ્રુઆરી થી ૯ માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે ચાલુ વર્ષે રાયડાના માર્કેટયાર્ડમાં પણ સારા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાયડાની ૫૯૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું ખુલ્લી જાહેર બજારોમાં રાયડા ના ભાવ કેટલા રહેશે
ટેકાના ભાવ એ શું છે; ટેકાના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં ખેડૂતો ના પાક ની ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં ખરીદી કરે છે જે પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પી.એસ.એસ અંતગર્ત ટેકાના ભાવે રાયડા ની ખરીદી થશે ખેડૂત પાસે થી ખરીદી કરવામાં એના માટે પેલા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી ફરજિયાત કરવાની હોય છે.
બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ રાયડા વાવેતર થાય છે; ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં સૌથી વધુ રાયડાનું વાવેતર જોવા મળી રહ્યું છે. જેમાં આ વર્ષે રાયડા ના સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કર્યા છે. આ રાયડાનો પાક પરિપક્વ થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાયડાના પાક લેવા ની કામગીરી શરૂ કરી છે.