(જી.એન.એસ) તા. 7
નવી દિલ્હી,
ક્રિકેટ દિગ્ગજ શ્રી સચિન તેંડુલકરે, તેમના પરિવારના સભ્યો સાથે, ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ અને શ્રી તેંડુલકરે અમૃત ઉદ્યાનની મુલાકાત પણ લીધી.
બાદમાં, રાષ્ટ્રપતિ ભવનની પહેલ ‘રાષ્ટ્રપતિ ભવન વિમર્શ શૃંખલા’ હેઠળ એક ઇન્ટરેક્ટિવ સત્રમાં, શ્રી તેંડુલકરે ક્રિકેટર તરીકેની પોતાની સફરના પ્રેરક પ્રસંગો જણાવ્યા. વિવિધ શાળાઓ અને કોલેજોના મહત્વાકાંક્ષી ખેલાડીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે આ સત્રમાં, તેમણે ટીમવર્ક, અન્યોની સંભાળ રાખવી, અન્યની સફળતાની ઉજવણી કરવી, સખત મહેનત કરવી, માનસિક અને શારીરિક મજબૂતાઈ વિકસાવવી અને જીવનનિર્માણના ઘણા પાસાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ભવિષ્યના રમત-ગમતના સિતારાઓ દૂરના વિસ્તારોમાંથી, આદિવાસી સમુદાયો અને એવા વિસ્તારોમાંથી આવશે જે એટલા સવલતો ધરાવતા નથી.