હિત રક્ષક સમિતિ અને ઓગડ સમિતિ દ્વારા ઓગડ જિલ્લાની માંગ; રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવ થરાદ જાહેર કરવામાં આવ્યો છે. જેને કારણે ધાનેરા, કાંકરેજ, દિયોદર અને ભાભરમાં નવા જિલ્લા માટે સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે વાવ થરાદ, સુઈગામ તાલુકામાં લોકો અને આગેવાનો વાવ થરાદને આવકારી સરકારનો આભાર માની રહ્યા છે. ધાનેરા અને કાંકરેજ તાલુકાઓને નવો જિલ્લો દુર પડતો હોવાથી બનાસકાંઠામાં જ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે.
જ્યારે હિત રક્ષક સમિતિ અને ઓગડ સમિતિ દ્વારા દિયોદર અને ભાભર નવો જિલ્લો ઓગડ જિલ્લો બનાવવા માંગણી કરીને નવા જિલ્લા વાવ થરાદનો વિરોધ કરી રહ્યા છે. તેમજ ધાનેરા ભાભર દિયોદર વિસ્તારના ભાજપને સમર્પિત આગેવાનો વાવ થરાદ જિલ્લાને સમર્થન આપતા હવે મુદ્દો રાજકીય સ્વરૂપ પકડતો જાય છે. ત્યારે રવિવારે ઓગડ સમિતી ભાભર અને ભાભર હિત રક્ષક સમિતિ દ્વારા ઓગડ જીલ્લાની માંગણી સાથે ૭૫૦૦ હજારથી વધુ વ્યકતીગત અરજીઓ આવી હતી.જ્યારે ભાભર વહેપારી સંગઠનો, સમાજિક સંગઠનો અને ગ્રામ પંચાયતો દ્વારા સૂઈગામ પ્રાંત કલેક્ટર કચેરીમાં અરજીઓ જમાં કરાવી ભાભર માંગે ઓગડ જીલ્લોની માંગ કરી હતી.