ડીસામાં ઉતરાયણના દિવસે રાણપુર રોડ ઉપર આવેલ માઈલ સ્ટોન શોપિંગ સેન્ટરના ભોંયરામાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. જોકે સમય સૂચકતાના પગલે ફાયર ફાઇટર દોડી આવી આગને બુઝાવી હતી. ડીસાના રાણપુર રોડ ઉપર આવેલ માઈલ સ્ટોન શોપિંગ સેન્ટરમાં ભોંયરાના ભાગે પડેલ કચરામાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળતા દોડધામ મચી જવા પામી હતી અને આગને પગલે લોકોના ટોળે ટોળાં ભેગા થઇ ગયા હતા. જોકે આ મામલે આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર ફાઇટરને જાણ કરતા પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગને કાબમાં લીધી હતી. જોકે આ આગ ભોંયરામાં પડેલા કચરામાં લાગી હતી જેથી આગથી મોટી હોનારત થવા પામી ન હતી. આગ કાબુમાં આવી જતા શોપિંગ સેન્ટરના દુકાનદારોએ પણ રાહતનો દમ લીધો હતો.
- January 16, 2025
0
31
Less than a minute
You can share this post!
editor